તલાશ 2 - ભાગ 2

(54)
  • 5.5k
  • 4
  • 3.6k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો  હેતુ માત્ર મનોરંજન નો છે.  બહુ જ ભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર પડ્યા હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાં પહોંચતા લગભગ 4 મિનિટ થઈ હતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી 7-8 ગોળી મારવામાં આવી હતી.એ દ્રશ્ય જોઈને સિન્થિયા ત્યાં રોડ પર જ ફસડાઈ પડી. એ સતત આક્રંદ કરી રહી હતી. એને ધ્રુજારી ઉપડી હતી. આંખમાંથી આસું સરી રહ્યા હતા.  "સિન્થિયા હિંમત થી કામ લે હું અંદર જાઉં છું. તું પોલીસ અને એમ્બ્યુલસ બોલાવ" કહી જીતુભા NASA ના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઘુસ્યો. મુખ્ય ગેટ પછી 40 ફૂટ પછી બિલ્ડીંગ હતું. પણ જીતુભાની અનુભવી આંખો એ જોયું કે ક્યાંય કોઈ ઘર્ષણના ચિન્હો દેખાતા ન