દૈત્યાધિપતિ II - ૪

  • 3.4k
  • 3
  • 1.4k

અમૃતા પણ આધિપત્યમાં આવી હતી. પણ આધિપત્યમાં તે તો કોઈક બીજા કારણોસર પોહંચી હતી. આધિપત્યમાં અમૃતાને થોડીક જામી ખરીદવી હતી, અને એક નાનું ઘર બનાવવું હતું. એક નાનું ઘર, દરિયા કાંઠે. વેકેશન વખતે, કે વિકેન્ડ પર પાછું આવાય, તે માટે. કે પછી કોઈ.. મર્ડર. ના. અમૃતાતો ખાલી એક ઘર માટે- મર્ડર. ઓહ લોર્ડ. આ શબ્દે તો અમૃતાના મગજમાં એક જગ્યા બનાવી લીધી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી અમૃતા સાથે આ થઈ રહ્યું હતું. તેને કોઈ પ્રેમ પત્ર લખી રહ્યું હતું. હા! સાચું વાંચ્યું! એક પ્રેમ પત્ર. દર મહિનાની છઠ્ઠી તારીખ એ એક પ્રેમ પત્ર તેની આજુ બાજુ ક્યાંકથી નીકળતો. તે દર