ભાગ - ૧૬આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે, ડોગ-સ્કવોડ, મીડિયા, તેમજ બે હવાલદાર, તેજપુર ગામમાં ગઈરાત્રે બનેલ ઘટના, ખૂન અને ચોરીનું પગેરું મેળવવા માટે, દરેક ટીમનાં અધિકારીઓ, પોતપોતાની રીતે સમગ્ર ઘટના સ્થળનું, બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.જ્યારે ઈન્સ્પેક્ટર ACP પણ, સરપંચ શીવાભાઈનાં મૃતદેહ પાસે ઊભા પગે બેસીને, ક્યાંય કોઈ કડી મળી જાય, એ માટે, ખૂબ ઝીણવપૂર્વક શીવાભાઈના મૃતદેહને નિહાળી રહ્યાં છે, અને....કોઈ સબૂત, કોઈ કડી, ગુનેગારનું કોઈ પગેરું મળી, જાય, એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાજ.....ઈન્સ્પેકટર AC પર, બીજા પોલિસ સ્ટેશનથી ઈન્સ્પેકટર ભટ્ટસાહેબનો ફોન આવે છે. AC ફોન ઉઠાવતાં જ, ભટ્ટ સાહેબભટ્ટ સાહેબ :- હેલો AC, ક્યાં છો તમે ?AC