"બસ 'ભા' ઉતરી જઉ?... લો હવે વાર્તા માંડો" ખાટલામાં ઊંધા સુઇ રહેલા જોશીભાનાં પગ ઉપર લાકડીનાં ટેકે ફરતો હું નીચે ઉતરતા બોલ્યો. "થોળી વાર દબાય... હજી થોળા કળે શે...પહી વાત મોડું" "થાક્યો હવે.. લે ભારતી હવે તારો વારો" કહી મે લાકડી મારી પિતરાઈ બહેન ભારતીને આપી. ભારતીએ લાકડીના ટેકે...જેમ ઘર બનાવવા માટે ગાર-માટી ગુંદતી હોય તેમ, પગ ઉપર ધીરે ધીરે ફરવાનું ચાલુ કર્યું. રોજ રાત્રે જમ્યા પછી જોશીભા પાસે વાર્તા સાંભળવી એ અમારો નિત્ય કર્મ. ત્યારે હું મામાના ઘરે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. ટેલિવિઝન અને લેન્ડલાઇન આખા ગામમાં માંડ બે ત્રણ ઘરે જ હતા. હજી તો ખેતરે ઘર બનાવી