ભૂતનો ડાન્સ

(38)
  • 3.8k
  • 3
  • 1.4k

ભૂતનો ડાન્સ -રાકેશ ઠક્કર ઘણા વર્ષો પછી અમરતભાઇના ઘરનો દરવાજો ખુલ્લો જોઇ નજીકના પડોશીઓને નવાઇ લાગી. લગભગ એક દાયકા પહેલાં અમરતભાઇ ગામનું આ ઘર છોડીને પોતાના પુત્ર રોહિતના ભવિષ્ય માટે મોટા શહેરમાં જતા રહ્યા હતા. શરૂઆતમાં બે-ત્રણ વર્ષ અવાનવાર એકાદ કલાક માટે આવતા હતા. ઘરની સાફસફાઇ કરીને જતા રહેતા હતા. એ પછી ધીમે ધીમે આવવાનું ઓછું થઇ ગયું. રોહિત તો આવતો જ ન હતો. તે કોઇ કામ પર લાગી ગયો હતો. શહેરમાં એમને ફાવી ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ અજાણ્યો માણસ જ આવતો અને સાફસફાઇ કરીને જતો રહેતો હતો. એક વખત કોઇએ એને ઘર વેચવા બાબતે પૂછ્યું ત્યારે એણે