નેહડો ( The heart of Gir ) - 42

(25)
  • 4.7k
  • 3
  • 2.4k

ગીરની માટીમાં રમીને મોટી થયેલી અને ગીરની હિરણ નદીના સિંહે એઠાં કરેલાં સાવજડાનાં હેંજળ, અમૃત જેવા નીર પીધેલી રાધી ગીરનો જ અંશ હતી. રાધીએ કોઈને નહિ કહેલી અને પોતાને પણ સમજણી થયા પછી ખબર પડેલી કહાની આજે કનાને કહી રહી હતી. " કના મેં મારા જીવતરની હંધિય વાત તને કહી દીધી સે. કુન જાણે પણ હજી લગી એક વાત નહીં કરી." કનાના મોઢા પર પ્રશ્નાર્થરૂપી રેખાઓ ઉપસી આવી! "અલી હજી લગી આવડા વરહથી હંગાથ રેવી સી તોય તારી વાતું બાકી રય ગય સે? કે પસી પેટમાં હંઘરીન બેઠીસ!અમને અમારી હંધિય વાતું ઓકાવી દિધ્યું,ને પોતે અડધું દબાવી રાખ્યું. અમી કાઠીયાવાડી ભોળાને