અનુબંધ - 6

  • 2.9k
  • 1.6k

આજનો ચાંદલિયોં મને ખૂબ સોહામણો લાગતો હતો.ઋત્વિની અનુરાગભીની સંવેદના અને પ્રેમ મળ્યો તેનાથી રૂડો બીજો શું અવસર હોય મારી જીંદગીનો ? પ્રેમ પણ એક અવસર જ છે ને....! પ્રેમિકાના નાજુક મુખને બે હાથમાં પકડીને ચૂમવું એ માત્ર પ્રેમ નથી. એ ચહેરાની જેમ જ એની તમામ લાગણીઓને પણ હથેળીમાં કાળજીપૂર્વક સમાવીને એનું જતન કરવું એનું નામ જ " સાચો પ્રેમ "... હું ઋત્વિના પ્રેમનું જતન કરીશ એવો મેં નિર્ધાર કરી લીધો. મારી બસ મુકાઈ ગઈ હતી.મારા નંબરની સીટ પર જઈને બેઠો.બેઠા બેઠા ઋત્વિના જ વિચારો કરતો હતો.બહાર વર્ષા ઋતુ જામી હતી.ઝરમર વરસાદ ચાલુ હતો.આ ભીની મૌસમમાં ઋત્વિને બાહોમાં સમાવીને ચૂમી લેવાનું