એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૭

  • 3.5k
  • 1
  • 1.7k

દેવ ડ્રાઇવ કરી રહ્યો હતો અને નિત્યા પાછળ બેસી સવારીની મજા લઇ રહી હતી. "ઓયય....રસ્તો ભૂલી ગયો કે શું?,રાઈટ સાઈડ વળવાનું હતું" "રસ્તો બરાબર યાદ છે.મેં જાણી જોઈને લેફ્ટ ટર્ન લીધો છે" "આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" "પહોંચીને ખબર પડી જશે" "આમ સસ્પેન્સ ના રાખ" "એમા જ મજા છે દોસ્ત" "તું મને કિડનેપ તો નથી કરી રહ્યો ને?"નિત્યાએ મજાક કરતા પૂછ્યું. "હું તને ગુંડો-મવાલી દેખાઉં છું?" "હા,તું એવા કામ કરે છે તો બીજું શું કહું" "તું ચૂપચાપ બેસ અને મારા પર વિશ્વાસ રાખ" "તારે કહેવાની જરૂર નથી.આઈ ટ્રસ્ટ યુ" "થેંક્યું" "પણ એમ તો કહી શકે છે ને કે કેટલી વારમાં