ત્રણેક મીનીટ પછી એ બેઠાધાટની બંગલીનો દરવાજો ખુલ્યો...સામે એક ગોરો ગોળમટોળ ચહેરોચમકતી રૂઆબદાર પ્રભાવશાળી આંખો નમણુ નાક શરીર થોડુ ભરેલું પણ ટટ્ટાર ,માથામાં બિંદી નેઆંખોમાં કાજલ ,સોનેરી ઝુલ્ફો વચ્ચે ક્યાંક કાળા વાળ લહેરાતા હતા ખાદીની સફેદ સાડી...લોટવાળા હાથ ..."આપ પુષ્પાબેન ગાંધી છો..?"ચંદ્રકાંત સહેજ થોથવાતા પહેલુ વાક્ય બોલ્યા.જીંદગીભર સેંકડોવારમાઇક પકડી સ્ટેજ ઉપર આવ્યા છતાં પહેલી એક મીનીટ લગભગ થોથવાટ થયો જ છે....પછી મોટામાણસોની જેમ કાં ડાયસ પકડી લેવું કે માઇકના પાઇપના સહારે એક વાક્ય થોથવાતુ ગયુ છે પણઅંહિંયાતો કોઇ આશરો જ નહોતો એટલે બન્ને હાથને એક બીજાની પક્કડ કરી બે હાથ જોડી વંદનકર્યા.."હું ચંદ્રકાંત જગુમામાનો દિકરો અમરેલીથી...""બસ બસ હવે વધારે બોલવાની