કોને ભૂલુંને કોને સમરુ રે - 95

  • 2k
  • 798

ઝાંઝરી સરોજીની હોસ્ટેલના પ્રાંગણમા આવી ચંદ્રકાંતને જોઇ આંખ પહોળી થઇ ગઇ...બંધ ગેટનીપેલેપાર આવી ઉભી રહી..."તમે? તમે ? અંહીયા ક્યાંથી?""હુ મેનેજમેન્ટનું ભણવા આવ્યો છુ..""એમ એસ યુનિવર્સીટી?""ના ફોરેનની ઇન્સટીટ્યુટ છે તેમા...""વેરી ગુડ...શુ ખબર છે મોટાભાઇના..?"પહેલે કોળીયે કાંકરો આવ્યો હતો...ચંદ્રકાંત ગળી ગયા..."બસ એ તો ગયા પરદેશ .ઇંગ્લેન્ડમાં ભણેછે ""તમને ક્યાંથી ખબર કે હું અંહી બરોડા આ સરોજીની હોલમાં છુ...?"પહેલો ગુગલી બોલ પડ્યો...ચંદ્રકાંત સામે ઝાંઝરી હસતું મોઢું રાખી હોઠ મરોડતી બોલી ત્યારેચંદ્રકાંત ને પહેલી વખત સહેજ શંકા ગઇ કે ઝાંઝરી તેની મજાક ઉડાવે છે,કે તેને તરસાવે છે ? “મનેનાનીબેને કહ્યુ હતુ કે ઝાંઝરી ત્યાં જ છે .આપણે આમ તો મિત્ર છીએ ,એટલે થયુ અજાણ્યા