કોને ભૂલુંને કોને સમરુ રે - 88

  • 2.1k
  • 858

કદાચ સોમનાથ એક્સપ્રેસ નામ હતુ એ આગગાડીનુ....સાંજના સાતને ત્રીસનો ગાડી આવવાનો અનેસાતને પીસ્તાલીસનો ઉપડવાનો ટાઇમ....પંદર મીનીટમાં આખુ અમરેલી ઉંચકીને લઇ જવાની હતી એઆગગાડી...જે પ્લેટફોર્મ ઉપર નાનકડી રચના ચંદ્રકાંતે લખી હતી તે યાદ આવી ગઇ...."છેલ્લો ડબ્બોટ્રેનનો પસાર થઇ ગયો ..હવે હું પ્લેટફોર્મ અને લીમડો..."એ લખેલી કવિતા સાર્થક થઇ રહી હતી .એ બાંકડા ઉપર બેસીને લખેલી રચના...એ રમેશની ચશ્મેરી નજર અને મોઢામા ભરેલ પાનનીપીચકારી..."બસ ચંદુ આ એકજ અટલુ જ મોકલ....કવિતામા..."નજર સામે તરવરતુ હતુ...ધસ ધસકરતી આગગાડી ઉની ઉની આગ ઓકતી ચીસ પાડતી કાળી ડિબાંગ દુરથી ધસમસતી આવતીજોઇને સહુ મિત્રોને થડકો પડી ગયો..."લ્યો આવી ગઇ ચંદ્રકાંત..."જગુબાપા એ બગીચાનાં બાંકડે બેસીને સમયની રાહ જોતા હતા...મનહર