અમારા નાટકનો નવમો નંબર હતો એટલે પહલાં ચાર નાટક જોવાનો લાહવો મળવાનો હતો...લગભગદરેક કોલેજ એવા સરસ નાટકો જેમા દામુ સાંગાણી હોય કે જયંતિ દલાલ કે એવા ઉત્તમ સર્જકોનાનાટકો ભજવવાના હતા ...પહેલુ નાટક શેણી વિજાણંદ ઉપર હતુ શેતલના કાંઠે....સ્ત્રી અને પુરુષપાત્રનો મુક્ત અભિનય સહુને બહુ પસંદ પડ્યો...પછી એક ફારસ દામુ સાંગાણીનુ હતુ...એમ ભવકોનીવાહ વાહ વચ્ચે ચાર નાટક પુરા કરી કોમર્સની ટીમ ઉભી થઇ ગ્રીન રુમની પાછળ સેટ સજ્જામેકઅપનો સામાન લઇ પહોંચી ગઇ હતી...અમારા મહાબલી ગજેરા નનકુ ઝાલાવાડીયા અને બાકીનાવિઠુ ગોકળ સહાય માટે તૈયાર ઉભા હતા...મનહર ડાયલોગ ઉપર છેલ્લી નજર મારી રહ્યા હતા..ઢાઢાંઉર્ફે રુપેશ નાણાવટી આમેય ચીંધ્યુ કરવા વાળો પાત્રમા બરોબર બેસતો