કોને ભૂલુંને કોને સમરુ રે - 57

  • 2.2k
  • 970

ભાનુભાઇ એટલે સત્તર ઇંચ બાઇ દસ ઇંચનો ફ્રંટ ફેસ એટલે સામાન્ય માણસના માથા કરતા દોઢગણી સાઇઝનુ માથુ એટલે એમને જુવો એટલે પહેલી નજર માથા ઉપર જ જાય..!! સાઇડથી જુઓ તોલાંબા સીધા ઓળેલા વાળને લીધે લગભગ ફુટબોલ જેવુ લાગે .વિશાળ લલાટ ...તેજસ્વી આંખ નાકપણ આબરુદાર માણસને છાજે તેવુ... પણ મો ફાટ ખુલે ત્યારે ગેટવે ઓફ ઇંડીયા ખુલ્યુ હોય એટલીમોટી મોફાટ ...ચંદ્રકાંતતો મનહરને અવારનવાર કહેતો "નક્કી ભાનુભાઇ એક દિવસ આપણને પવિત્રમોઢુ ખોલી વિશ્વરુપ દર્શન કરાવશેજ..."પણ તેને બદલે જરુર કરતા એક ઇંચ લાંબી જીભ બહાર કાઢીલપકારા મારતી ત્યારે જોનારા ધનધન્ય થઇ જતા...એ સમયે ભાનુભાઇ લગભગ એકવીસ બાવીસનાહશે...એટલે કાઠીયાવાડી મરદને છાજે તેવો ફુલશેવ ચહેરો...ચકચકતો...આવા