વેકેશન પુરુથયુ .મનહર પાછો અમરેલી આવી ગયો એટલે ચંદ્રકાંતના જીવમા જીવ આવ્યો...!!! આવુકેમ થતુ હશે કે એક સરખા વિચારો આવે ને કોઇ વાત ન આવે...? આ બે શરીર એક જાનની કથાકહેવા બેસુ તો વરસોના વરસો લાગે એવુ છે પણ થોડુ થોડુ અમૃતપાન તો કરાવુ ને ?રોજ સ્કુલમા નાની મોટી રીસેસમા બન્ને સાથે જ હોય...બન્ને કલાના શોખીન પારખુ . ચીનની લડાઇપછી અમરેલી પ્રોગ્રામમા આવેલા રાજકોટ બેડી ગેટના કીરીટ વ્યાસનાં ચીનની લડાઇના... અદભુતઅવાજો બોંબાર્ડીંગ અને ટ્રેનના અવાજો બન્ને એ સાંભળ્યા ...અનેક ગાયકોના અવાજમા એમણેકિશોર કુમારનુ ઝુમરુ રજુ કર્યુ એટલે બન્ને સાથે નાચ્યા...પ્રોગ્રામ પુરો થયે બન્ને કીરીટભાઇને મળ્યાઅભિનંદન આપ્યા..."મનહર આમાંથી આપણે શું શિખ્યા