ચંદ્રકાંતની જીંદગી હીચકો બની ગઇ હતી ..એકબાજુ રમેશભાઇ બીજી બાજુ મનહર...સમય મળ્યેરમેશભાઇને મળવુ નવી રચનાઓ દેખાડવી આમ કરતા કરતા દરરોજ સાંજે ફોરવર્ડ હાઇસ્કુલનીપાળી ઉપર સાંજે છ સાડા છ વાગે બે મિત્રો અચુક મળતા હતા અનિલભાઇ જોષી અને રમેશભાઇ...હવે સાઇકલ ઉપર ઘોડી ચડાવી ક્યારેક ચંદ્રકાંત સામે બેઠા હોય અને બસ બન્ને સર્જકોનાં આકાશીવિશ્વને આંબતી કલ્પનાઓનુ ચંદ્રકાંત આકંઠ પાન કર્યા કરે...તો કોઇ દિવસ હવેલીના મહારાજોનીરંગીન રાતોની વાતો પણ હોય .રમેશની મિત્રોની મંડળીમા એ બહુ સારા દાસ્તાનગોઇ ગણાય. એકવાત શરુ કરે એટલે એ પોતે પણ એ વાતમાં રસધોયા થઇ જાય. એ રાજ મહેલની પાળી પાંસે એકખુણામાં પશુ દવાખાનું કહો કે પશુ સંવર્ધન દવાખાનું