ભેદ ભરમ - ભાગ 8

(23)
  • 5.2k
  • 3.5k

ભેદભરમ ભાગ-8 પંદર ફૂટ ઊંચા ભૂતનું રહસ્ય હરમન ડોક્ટર બ્રિજેશની વાત ધ્યાનથી સાંભળી તો રહ્યો હતો પરંતુ ધીરજભાઈના મિત્ર મહેશભાઇના વિરૂદ્ધમાં કહેલી વાતને પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહેશભાઇના બે લગ્નની વાતથી વાસણોનું રહસ્ય જોડાયેલું હોય એ તો શક્ય નથી. પછી ડોક્ટર બ્રિજેશ જેવો હોંશિયાર માણસ મહેશભાઇની તરફ આંગળી કેમ ચીંધી રહ્યા હતા એ એને સમજાતું ન હતું. એ કશુંક બ્રિજેશભાઇને કહેવા જાય એ પહેલા એની નજર ડ્રોઇંગરૂમમાં પડેલા એક સિતાર ઉપર પડી હતી. "ડોક્ટર સાહેબ, આપને સિતાર વગાડતા આવડે છે? મને સંગીતના વાદ્ય વગાડવાનો ખૂબ જ શોખ છે." હરમને ઊભા થઇ સિતારના તારને અડતા પૂછ્યું હતું. "હા, મારા