બસ સ્ટેન્ડ ની યાદ

  • 3.8k
  • 1.5k

ઘડિયાળ માં સાડા પાંચ થઈ રહ્યા હતા.બધું કામ પતાવીને હવે ઘરે જવાની ઉતાવળ માં ફટાફટ કોમ્પ્યુટર ના કીબોર્ડ પર ઠકા ઠક થઈ રહી હતી.કામ પતાવવાની ઉતાવળ એટલી હતી કે.... વારંવાર બૂમો પાડી રેહલો ફોન પણ ચાર્જીંગ માં મૂકવાનો સમય ન હતો.સમય તો હતો કદાચ પણ એટલી તસ્દી લેવાતી ન હતી. જીંદગી કામ અને ઘર વચ્ચે અટવાઈ ગઈ હતી.જેમ તેમ કરીને કામ પતાવી બસ હજુ ઓફિસ ની બહાર આવી જ હતી કે ફોન બંધ થઈ ગયો.પહેલા તો ગુસ્સો આવ્યો પણ પછી પોતાનો જ વાંક હતો કરવું શું.કાંડા પર પરસેવે ભીની થયેલી ઘડિયાળ માં જોયું છ વાગવા માં પાંચ મિનિટ ની વાર