વસુધા - વસુમાં - પ્રકરણ-35

(52)
  • 5.3k
  • 3.2k

વસુધા પ્રકરણ-35 ગુણવંતભાઇ ભટ્ટ વસુધાનાં સસરાં બીજે દિવસે દૂધ મંડળીનાં બધાં સભ્યોને એકઠાં કર્યા. ગામનાં અગ્રણી દૂધ ઉત્પાદક પશુપાલન કરનાર બધાને બોલાવીને મીટીંગની જાણ કરી. ગામમાં દૂધ સહકારી મંડળી ચલાવનારમાં મોતીભાઇ આહીર, પશાભાઇ પટેલ, રમણભાઇ પટેલ, કૌશિક નાયી, ભુરાભાઇ ભરવાડ અને પોતે ગુણવંતભાઇ ભટ્ટ આ બધાં પાસે દુધાળા જાનવર વધારે હતાં બધાં મંડળીનાં કારોબારી સભ્ય હતાં. એમાં સૌથી વધૂ દૂધાળા જાનવર ધરાવનાર મોતીભાઇ આહીર પ્રમુખ હતાં. મોતીભાઇએ કહ્યું ગુણવંતભાઇ કેમ એવું શું કામ પડ્યું કે બધાને સંભા માટે આમંત્ર્યા છે ? મંડળીનું કામ તો સરસ રીતે ચાલી રહ્યું છે. ગુણવંતભાઇએ કહ્યું આપણી મંડળીની આવક વધારવા માટે મારે સૂચન કરવાનું છે