આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111

(110)
  • 5.6k
  • 4
  • 3.3k

આઇ હેટ યુ પ્રકરણ-111 વરુણનાં પિતાએ કબાટમાંથી સોનાની ચેઇન કાઢી અને એનો છૂટ્ટો ધા કર્યો નંદીની તરફ અને ગુસ્સાથી બોલ્યાં તું જેને પરણી હતી એ પતિ હતો.. તારો.. જેવો હતો એવો એનાં મર્યા પછી પણ એકવાર મળવા આવવાનું ના સૂજ્યું ? હું તારાં બાપનો ખાસ મિત્ર હતો એમની પરિસ્થિતિ સ્થિતિમાં સાથ આપેલો. એમનાં પાછળનાં અંતિમ દિવસોમાં એમનાં આગ્રહથી મેં મારો વુરણ તને પરણાવેલો. એનો આવો બદલો ? એકવાર મોઢું બતાવવા ના આવી? સમાજમાં વાતો થાય અમારી ઇજ્જત આબરૂનો ધજાગરો કરવો હતો તારે ? અમારો શું વાંક ગુનો હતો ? તે એની સાથે સંસાર ના માંડ્યો એને લાયકજ હતો સારૂં થયું