રિઝલ્ટ કોનું?? શાળાની પરીક્ષાનું કે જીંદગીની!!!

  • 4.2k
  • 1
  • 1.5k

એપ્રિલ મહિનામાં એકજ વાત દરેક માતાપિતાના મનમા હોય છે, ને મનમાંથી હોઠે પણ આવી જાય છે.વાત વાતમાં મનની વાતો કહેવાઈ જાય છે. સરખામણી ને રસાકસીનો નવો દોર શરૂ થાય છે. ને એ વિષય વસ્તુ એટલે - રિઝલ્ટ, પરિણામ. જે સ્કુલનું, ટીચર્સ નું, વિદ્યાર્થીઓનું, સાથે સાથે માતા પિતાનું પણ હોય છે. સાથે સાથે હોય છે જે તે પાત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની અપેક્ષાઓનું, ખુશીઓનું, વિચારોનું. આજ સવારે જ સમાચાર પત્ર હાથમાં લેતા જ મગજ બહેર મારી ગયું. સમાચાર એવા કે હૃદય મારું પણ એક ધબકાર ચૂકી ગયું. સમાચાર એવા હતા કે, તેર વર્ષની વિદ્યાર્થિનીએ પરિણામ સારું ન આવતા ગળે ફાંસી ખાઈને