પરિતા - ભાગ - 14

  • 3.5k
  • 1.8k

પરિતાનાં મનનો ગૂંચવાડો ઉકેલાવાને બદલે દિવસે ને દિવસે વધતો જતો હતો. એક બાજુ મન મારીને લગ્ન જીવનને સ્વીકાર કરીને જીવી રહી હતી ને બીજી બાજુ પાર્થ સાથે જીવવાનું મન રાજી હોવા છતાં એ પોતાની જિંદગીને એની સાથે જીવી શક્તી નહોતી. દીપનાં કારણે સમર્થ સાથે રહેવું ઘણું જ જરૂરી હતું ને પોતાને ન મળેલા આદર ને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પાર્થ સાથે રહેવું એને જરૂરી લાગતું હતું. માતા - પિતા પ્રત્યેનાં સ્નેહ સંબંધ અને સમર્થનાં ભરોસાભર્યા શબ્દો પર વિશ્વાસ રાખીને એણે લગ્ન તો કરી લીધાં હતાં પણ લગ્ન પછી માતા - પિતાનો સ્નેહ ફિકરમાં ફેરવાઈ ગયો હતો ને સમર્થનાં શબ્દો એનાં