આ જનમની પેલે પાર - ૩૦

(25)
  • 3.9k
  • 4
  • 2.2k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૦ બધાએ દરવાજા તરફ જોયું. કોઇ પુરુષ બોલતાં બોલતાં અંદર આવી રહ્યા હતા. એ બીજું કોઇ નહીં પણ હેવાલીના પિતા મનોહરભાઇ હતા. અને એમની પાછળ ચંદનબેન જણે કોઇ કૃત્ય માટે પોતે શરમ અનુભવતા હોય એમ ઊભા હતા.દિનકરભાઇ અને સુલુબેનને જ્યારે ખ્યાલ આવ્યો કે 'એ કારણની અમને ખબર છે...' એમ બોલનાર હેવાલીના પિતા છે ત્યારે નવાઇ લાગવા સાથે આંચકો લાગ્યો. મનોહરભાઇ એમની છેલ્લી વાત સાંભળી ગયા એનો અફસોસ ન હતો. એમને દિયાન અને હેવાલીના અલગ થવાના કારણની ખબર હતી એ વાત ચોંકાવનારી હતી. સુલુબેન અને દિનકરભાઇ એ આંચકાને સહન કરી રહ્યા અને અચાનક ખ્યાલ આવતાં દિનકરભાઇ