મશિહા ધરાદીત્ય ધગધગતી ધરતી પર વહી રહેલો પવન જાણે ચારે દિશાઓમાં પોતાની નીચે પડેલા દરેક માણસોની વ્યથા સાથે લઈને વહી રહયો હતો.સમી સાંજના ભૂરા આકાશ તળે મૃત્યુ પામેલા અને પોતાની વેદનામાં કણસી રહેલા માનવીઓની સામે આજે યુદ્ધભૂમિ પોતાની આગવી વ્યથા લઈને ઊભી હતી.ચારે તરફ બસ રકતથી લતપત લોકોની લાશોના ઢેર હતા જે જોઈને તેનો રંગ પણ લાલ થઇ ગયો હતો.કદી ના જોયેલા એ દરેક મહાન માણસોનો પ્રભાવ તેના માટે ભૂલવો અશક્ય બરાબર હતો.વીર યોદ્ધાઓની ગાથા સાચી રીતે ગાવા માટે એના પાસે ભવિષ્યમાં સાચવેલા આ ખજાનાને એ અનોખો માનીને સામ