થાક

  • 4k
  • 1.2k

શીર્ષક: “થાક”“અમથા તો બધાય ચાલે જ છે, થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઈશ્વર સહાય કરે છે”.આપણે લોકોએ આ વાક્ય ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. મને યાદ છે, સુપ્રસિદ્ધ હાસ્યકાર પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે આ વાક્યનો ઉલ્લેખ ઘણીવાર કર્યો છે. “થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઈશ્વર સહાય કરે છે” પણ થાક્યા પછી ચાલવું? કેટલું ચાલવું? તે કોણ નક્કી કરશે? આવો કોઈ માપદંડ ખરો? જવાબ છે ના, આવો કોઈ જ માપદંડ નથી. પણ આપણે જયારે પરિસ્થિતિથી કંટાળીને, નાસીપાસ થઈ જઈએ, છતાં પણ પરિસ્થિતિ સામે હાર ન માનીએ, આપણો પ્રયત્ન ચાલુ રાખીએ, ત્યારે જ ઈશ્વર સહાય કરે