પદમાર્જુન - (ભાગ - 23)

  • 2.8k
  • 1
  • 1.1k

સ્વયંવરનો દિવસ નજીક આવી ગયો હતો. બે દિવસ બાદ સ્વયંવર યોજવવાનો હોવાથી દુર-દુર થી વિવિધ રાજાઓ અને રાજકુમારો એક દિવસ પહેલા જ આવી જવાનાં હતાં. તેથી સમગ્ર વિરમગઢમાં સ્વયંવરની હર્ષોલ્લાસથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.અંતે એક પછી એક રાજવીઓ આવવાં લાગ્યાં. વિદ્યુત પણ પોતાના મિત્ર અને મલંગ દેશનાં સેનાપતિ શાશ્વત સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. સ્વયંવરની આગલી રાત્રે તે અને શાશ્વત અર્જુનનું નિમંત્રણ સ્વીકારીને તેનાં કક્ષમાં થોડાં સમય માટે ગયાં.આ દરમિયાન ઉત્સુક વેદાંગી પદ્મિની સાથે પોતાના સ્વયંવરની પ્રતિયોગીતા વિશે જાણવા માટે વિસ્મયનાં કક્ષ તરફ જઈ રહી હતી.ત્યાં જ પદ્મિનીનું ધ્યાન સામેથી આવી રહેલાં વિદ્યુત અને શાશ્વત પર પડ્યું. તેઓને જોઈને