ક્ષિતિજ

  • 3.7k
  • 1.3k

આકાશ એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.પોતાનો નિખાલસ સ્વભાવ અને તેની કામ કરવાની નિષ્ઠાથી ઓફીસના દરેક લોકો તેનાથી ખુબજ ખુશ રહેતાં. પોતાના મસ્તીખોર સ્વભાવના કારણે તેણે પોતાના સાથીદારોના હદયમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું હતું.આકાશ જયારે ઓફીસમાં ના હોય ત્યારે આખી ઓફીસમાં રણ જેવી પરિસ્થિતિ પેદા થઈ જતી હતી.આકાશનું વ્યકતિત્વ અને તેનો દેખાવ તેની પ્રતિભામાં વધારો કરી આપતાં હતાં.પોતાનો રાજકુમાર કેવો હોવો જોઈએ સ્ત્રીઓ જે કલ્પના સપનામાં કરતી હોય છે એ દરેક ગુણ આકાશમાં હતાં.છતાંય આકાશ દરેક સ્ત્રીઓ સાથે મયાૅદામાં રહીને તેમની સાથે વાતચીત કરતો હતો.સ્ત્રીઓ પ્રત્યે તેને કોઈ અણગમો નહોતો પણ તે દરેક સ્ત્રીઓની ઇજ્જત કરતો