પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૩

(19)
  • 3.6k
  • 2
  • 1.9k

અમરાપરની સફરથી આવેલા શ્રેણિક અને નયન બન્ને થાકેલા હતા, બે રાતના ઉજાગરા જેવું જ હોઈ આજે બંનેની આંખો જાણે ખુલવાનું નામ જ નહોતી, એમાંય શ્રેણિકને તો ખયાલોમાં પણ શ્યામા હતી, જે બંધ પોપચા ખુલવા જ નહોતી દેતી ને બીજી બાજુ નયનને ખાવાના સપના! જાણે તેઓને અમરાપરમાં જ રોકી રાખ્યા હતા, પરંતુ સવારે ઓફિસનું કામ અને અમરાપરની મુલાકાતનો અહેવાલ લેવા ન્યુઝીલેન્ડથી ફોન આવ્યા ભેગો જ હતો, ભલે આ બન્નેની નિંદર ના ખૂલે પણ ત્યાં બેઠેલા દાદા અને મમ્મીપપ્પાને અહેવાલ જાણ્યા વગર ઊંઘ આવે એમ નહિ હોય! એમાંય બળવંતદાદા અને ભાનુબાને તો એમનાં અમરાપરની ખબર પૂછવાની તાલાવેલી લાગી હશે, જૂનો વડલો અડીખમ