હંધાય પુરૂષો પંગતમાં ગોઠવણા, પાટલી અને આસન જાણે વિદેશીઓને નવાઇ લાગે, પરંતુ જે ભાવથી એમની આગતાસ્વાગતા થતી હતી એ કોઈને તેઓ ખુશ લાગી રહ્યા હતા, ભાવતા ભોજન સાથે તેઓએ જમવાનું ચાલુ કર્યું, ઘેબર, મોહનથાળ, દૂધપાક પુરી ને જોડે જોડે નવનાવા સંભારા અને શાક એમની નજાકત દેખાડતા હતાં, આ બધું જોઇને તો નયન ખૂબ જ ખુશ થઈ ગયો, અત્યાર સુધી તો માત્ર સુગંધથી મન ભર્યું હવે પેટ પણ ભરાશે એમ વિચારતો એ તો તૂટી પડ્યો. માયા અને માહી,રમિલકાકી અને મહેશ્વરીકાકી એ ચાર જણે ફટાફટ સૌને પીરસવા માંડ્યું, ગૌરીબેન એમને જોઈતી બધી વસ્તુ રસોડેથી લાવીને આપતાં, કોના ભાણામાં શું ખૂટે છે એની