છાનીછૂપી મુલાકાતનો અંત આવ્યો, બધાય ભેગા થઈને પાછા ઘર તરફ વળ્યા, વાડી તો માત્ર બહાનું હતું, નયનરમ્ય દૃશ્ય તો એકબીજાને જોવાનું હતું, લગ્ન કરવા કે નહિ એ વાતને વધારવાનું હતું, મહેશકાકાની સમજદારી શ્યામા અને શ્રેણિક વાત કરી શક્યા, બાકી નયનને મોર જોવાનું તો માત્ર બહાનું જ હતું, નયને મોર જોયો કે ના જોયો પરંતુ શ્યામા એને શ્રેણિકએ એકબીજાના મનના ટહુકા સાંભળી લીધા. તેઓના વિચારોના આદાનપ્રદાન બાદ તેઓએ વિચાર્યું તો ખરું કે તેઓની સમજ એકબીજા માટે યોગ્ય છે, પરંતુ શ્યામાના સપના એની આડે ના આવી જાય એની બીક શ્રેણિકને ક્યાંક મનમાં કોરી ખાતી હતી, તેને શ્યામા પસંદ તો આવી ગઈ હતી,