પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૬

(19)
  • 3.2k
  • 2
  • 2.1k

નયન બધા ભેગો વાડી સુધી પહોંચ્યો, ત્યાં એને પહેલા તો મયુરે ઢાળીએથી પાણી લઈ આવ્યો, ત્યાં રાખેલો માટીની કુલડી અને વહેતું પાણી એણે એના ચોખ્ખા રૂમાલથી ગાળીને આપ્યું, પહેલાં જોતાં તો નયનને સુગ લાગી પરંતુ એક ઘૂંટ પીતાની સાથે એ માની ગયો કે આ તો અમૃત કરતાંય કદાચ મીઠું છે, સ્વદેશી સ્વાદની આ એક સૌથી નિરાળો અનુભવ એણે માણ્યો. પાણી પીધું અને હાશકારો લીધો ને ભાઈ ફરી મૂડમાં આવી ગયા, હવે માયાને એની જાળમાં ફસાવીને એનો વારો લેવા એ આતુર થઈ ગયો, એ એને ઘુરવા લાગ્યો. માયા શ્યામા જોડે હતી માટે એ કશું કહી નહોતો શકતો પરંતુ હવે એનો નિશાનો