( ૪૫ ) “ઓહ માય ગોડ, ઓહ માય ગોડ,” બીજા દિવસે સવારથી જ ગણપત ખન્ના સાહેબ સાથે બનનારી અઘટિત ઘટનાઓનો તાળો મેળવવા તેની ઓફિસના એક એક કર્મચારીઓની બારીકાઇથી તપાસમાં લાગી ગયો હતો અને તેમા તેની સામે અમૂક એવી વાતો એવી જેનાથી તેની આંખો પહોળી થઇ ગઇ. “આ બધુ તો ખન્ના સાહેબ અને સુબ્રતો બન્નેને કહેવુ જ પડશે નહી તો ખન્ના સાહેબનું દેવાળુ ફુંકાઇ જશે. ખન્ના સાહેબ જેવા હોંશિયાર, ચપળ અને ચાલાક વ્યક્તિ અને કાશ્મીરા મેડમ જેવા ચતુર અને આજના યુગ સાથે કદમ થી કદમ મીલાવનારના નાક નીચે આવડી મોટી રમત રમાઇ ગઇ ત્યાં સુધી આ બન્નેને કાંઇ ખબર જ