ચક્રવ્યુહ... - 44

(72)
  • 5.8k
  • 5
  • 3.3k

( ૪૪ ) સવારે નવેક વાગ્યે જયવંતીબેન જાગી ગયા અને તરત જ કાશ્મીરાના નામનો આક્રંદ કરવા લાગ્યા ત્યાં વિજયલક્ષ્મીએ તેમને ખન્ના સાહેબ હોંશમાં આવી ગયાના સમાચાર આપ્યા કે તેઓ દોડતા ખન્ના સાહેબને મળવા ચાલ્યા.  “ખન્ના સાહેબ, આપણી કાશ્મીરા....... આપણી કાશ્મીરા.....” બસ આટલુ જ વાક્ય તેઓ બોલી શક્યા ત્યાં તેઓના ચોધાર આંસુઓ તેના શબ્દો પર હેવી થઇ ગયા.  “મને બધી ખબર છે. એ આઘાત જ સહન ન થયો મારાથી અને આ બધુ બની ગયુ. અત્યારે પોલીસ અને રોહન કાશ્મીરાની શોધમાં છે એ ઉપરાંત મે મારા અંગત અને ખાસ માણસોને કાશ્મીરાને શોધવા માટે કામે લગાડી દીધા છે. એકવાર અહીથી ડિસ્ચાર્જ મળી જવા