(૪૯) (રાજુલ રહનેમિને સંયમ વ્રત છોડે ના એ માટે સમજાવી રહી છે. હવે આગળ...) "જે સંયમ વ્રત લે અને આચરે પછી ભાંગે તો તેને નરક મળે. અને જો તે સંયમવ્રત બરાબર પાળે અને મનને સ્થિર કરી શકે તો તેની ઈચ્છા પૂરી થાય છે. એવું ભગવાન નેમનાથે તેમના ઉપદેશમાં કહ્યું છે." રાજુલે આવું કહેતાં રહનેમિ બોલ્યા કે, "ઈચ્છાઓ તો પૂરી કયારેય થતી જ નથી, રાજુલકુમારી. કેટલાય ભોગ ભોગવ્યા, સ્વર્ગતણા સુખ અંનતી વાર મેળવ્યા." "તો આનો અંત કેમ નથી ઈચ્છતા? મોક્ષ માટે તો કોઈ પણ વિદ્રાન કે પંડિત દીક્ષા લઈ અને પછી ભવભય પામ્યા વગર તજે નહીં." રહનેમિએ જવાબમાં કહ્યું, "જો એવું