દિપક વાત કરતા કરતા ઝરણા પાસે પહોંચ્યો.જોર જોરથી પોતાના મોઢા ઉપર પાણી ફેંક્યું.આજે પણ એ બેલાને ભૂલી શક્યો નથી.એ વાત પોતે પણ નકારી શકે તેમ નથી.ત્યાં જ તેને પાણીમાં બેલા દેખાઈ.જરા પણ આશ્ચર્ય વગર એ પોતાના બંને હાથે પાણી પી બોલ્યો બેલા તારો ચહેરો ખરેખર ચંદ્રમાના તેજ જેવો છે. શીતળ તારી આંખો માંજરી બિલાડી જેવી. બેલા હસી પડી.કીકીની ફરતે બોડર ઘાટા બ્લેક રંગની. વચ્ચે બિલાડીની જેમ ભુરી કીકી. વચ્ચે ગોળ આછા કાળા રંગનું. એ આગળ બોલ્યો તારા આખા શરીરનો રંગ એકદમ ગોરો.ઘાટી આઈબ્રોને લાંબીને કાળી પાપણ.નમણુ તારું નાક. તેથી કોમળ તારા હોઠ. તારા ગાલ, લાંબા આછા કાળા તારા વાળ.કેટલી સુંદર