અનુબંધ - 5

  • 3.7k
  • 1.9k

પ્રકરણ 3 : પ્રેમ જંગ જીતવો છે . મેં વિચાર્યું,હવે મારે જીવનના નવા સંગ્રામની તૈયારી કરવાની હતી.એ સુરજ કેવો હશે અને કેવી સવાર લઈને આવશે તેનાથી હું અજાણ હતો.આમ વિચારતો હું આવતીકાલની સવારની રાહ જોતો પથારીમાં આડો પડ્યો.આંખો છત સામે ટીકી ટીકીને જોઈ રહી હતી,ચિત્તમાં તોફાન ઊમટ્યું હતું અને પાછો થાક પણ લાગ્યો હતો.આ તંદ્રામાં મને ઊંઘ પણ આવી ગઈ. સૂરજનાં કિરણ અને કલબલ કરતાં પંખીડાનો અવાજ સાંભરતાં જ હું પથરીમાં સફાળો બેઠો થઈ ગયો. હાથમાં ન્યૂઝપેપર લીધું, હેડિંગ અને નાની કોલમો વાંચી.મહા મુસીબતથી બાર વગાડ્યા જમવાની તો ઇચ્છા ન હોતી.કાકીને "જયશ્રીકૃષ્ણ" કહીને બહાર નીકળ્યો. બસસ્ટેન્ડ પર પહોંચી ચાલીસ નંબર