પરિતાએ પોતાની જિંદગી સાથે સમાધાન તો કરી લીધું હતું પણ આ રીતે મન મારીને જીવવા માટે એનું મન માની રહ્યું નહોતું. પત્ની તરીકે સમર્થનું ખાવા - પીવાનું ધ્યાન રાખવું, એનાં સ્વભાવને સાચવવાનું ને એની કહેલી વાતને માની લેવાનું બસ એ જ એનું જીવન બની ગયું હતું. સમર્થનો હાથ પોતાનાં હાથમાં પકડીને એ વિહરી શક્તી નહોતી, એનાં જોડાજોડ બેસીને મનપસંદ મૂવી જોઈ શક્તી નહોતી, નાની - નાની આવી દરેક અને અનેક પળો અને એમાંથી મળતો આનંદ કે જે જુવાન હૈયું જીવવા અને માણવા માટે ઝંખતું હોય છે, એ પળો અને એ આનંદની પરિતાનાં જીવનમાં કમી હોવાને કારણે પરિતાનું મન આવી પળોને