આ જનમની પેલે પાર - ૨૯

(23)
  • 4.1k
  • 1
  • 2.1k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯ સુલુબેનનો અવાજ સાંભળીને દિનકરભાઇ એ આશાએ દોડતા આવ્યા કે દિયાન અને હેવાલી આવી ગયા છે. તેમણે આવીને જોયું કે એક દંપતી હતું પણ એ પોતાના ઘરનું ન હતું. એ દિયાનનો મિત્ર જેકેશ અને તેની પત્ની રતીના હતા. બંનેને જોઇને પહેલાં તો દિનકરભાઇને ખુશી ના થઇ પણ એક આશા જાગી અને તેમના ચહેરા પર એનો ચમકારો દેખાયો. તે બોલ્યા:'આ તો જેકેશ અને રતીના છે. એમને બહાર જ ઊભા રાખીશ કે અંદર આવવાનું કહીશ?!''હં...હા, આવો...અસલમાં હું એમના વિશે જ વિચારતી હતી. મને એમને મળવાની ઇચ્છા થઇ હતી અને એ બંને જાણે પ્રગટ થઇ ગયા...''આંટી, આને ટેલીપથી કહે