એક પૂનમની રાત - પ્રકરણ-101

(117)
  • 7.4k
  • 5
  • 4.3k

એક પૂનમની રાત પ્રકરણ-101 ઝંખના અને સિદ્ધાર્થ સાથે કમીશ્નર વિક્રમસિહજી હોટલ પર પહોચ્યાં અને ઝંખનાએ દરવાજો ના ખુલતાં પોતાની કળથીજ દરવાજો ખોલી નાંખ્યો. આંખ બંધ કરીને ટૂચકા કરવામાં વ્યસ્ત એવી રૂબીને વાળ પકડીને ખેચીને ઉભી કરી અને એની જે આ કાળી વરવી લીલાને ભંગ કરી. રૂબી વધારે વિકરાળ સ્વરૂપ બતાવીને બોલી તું પિશાચીની અહીં કેવી રીતે આવી ? મારી બાજી બાજુ ઊંધી વાળવા આવી છે ? હું તને નહીં છોડું.. પણ ઝંખના એક અઘોરી પ્રેતયોનીની હતી એની પાસે અગાધ શક્તિઓ હતી એનો પરચો એણે આપવા માંડ્યો એણે કહ્યું હું ધારું તો તને ભસ્મ કરી શકું છું તારી શક્તિઓ ઉધારની છે