એક પૂનમની રાત પ્રકરણ : ૧૦૦ વિક્રમસિંહ અને સિદ્ધાર્થ ભંવરસિંહનાં ઘરે પહોંચે છે અને એમનાં વિષે પૂછતાછ કરે છે ત્યારે અભિષેક જણાવે છે કે પાપા તો વંદનાને ઘરે મૂકીને કોઈ અગત્યનું કામ છે કહીને ગયાં છે કદાચ રાત્રે આવશે. સિદ્ધાર્થે વિક્રમસિંહજી સામે જોયું પછી અભિષેકને કહ્યું તમને કંઈ ખબર પડે છે ? કમીશ્નર સાહેબ જે કેસ પાછળ પોતે જહેમત લઇ રહ્યાં છે એની શું અગત્યતાં છે ? આ કેસ પાછળ ઘણાં સંડોવાયેલા છે. અમે કોઈને છોડવાનાં નથી એટલું ચોક્કસ યાદ રાખજો. કમિશ્નર વિક્રમસિંહજીએ યશોદાબેન સામે જોઈને કહ્યું તમારો દીકરો મિલીંદ મારાં દીકરા સમાન હતો મારાં દીકરાં દેવાંશનો ખાસ મિત્ર હતો