મોજીસ્તાન - 85

(18)
  • 3.4k
  • 1.5k

મોજીસ્તાન (85) "તો એમ વાત છે.હરજી હલેસિયો ખોંગ્રેસમાં જોડાવાનો નથી.સાલો રણછોડિયો મારી સાથે ગેમ રમે છે ! ઠીક છે હું એને જોઈ લઈશ.મને ડાઉટ તો હતો જ એટલે તો તને મોકલેલો.સારું હવે તું જા,લે આ બક્ષિસ." હુકમચંદે સોની નોટ નાજાને આપીને વિદાય કર્યો.નાજો હરજીને મળીને માહિતી લઈ આવ્યો હતો.નાજો ગયો પછી તરત જ નારસંગ અને જગો આવ્યા. નારસંગ હજી પણ ધૂંવાફુંવા હતો."એ મારો હાળો અમને તો ઠીક પણ તમનેય ગાળ્યું કાઢતો હતો ઈ મારાથી સહન નો થાય.મેં તો કય દીધું કે તારે જ્યાં ભડાકા કરવા હોય ન્યાં કરી લેજે.હું કોઈના બાપથી બીતો નથી." નારસંગે હુકમચંદના ગોડાઉનમાં આવીને બેસતા કહ્યું.જગો પણ