શ્રાપિત - 22

  • 3k
  • 1.6k

હવેલીમાં પરત ફરતાં અવની ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે. પાણી વડે પગ ધોતાં અવનીને પોતાનાં પગમાં એક નિશાન દેખાયું. અવની ફરી નળ ચાલું કરીને પાણીથી નિશાન ધોવાનો પ્રયત્ન કર્યો. હાથ વડે ઘસીને પ્રયત્ન કર્યો છતાં એમાં કોઈ અસર દેખાણી નહીં.બહારથી આકાશની કાકી સુધા દિવ્યા અને ચાંદનીને બહાર બોલાવા માટે આવી અને સાથે તમારી ત્રીજી બહેનપણીને પણ કહી દેજો. બાથરૂમની બહાર નીકળેલી અવની તરફ જોતાં સુધા મોઢું ફેરવીને જતી રહી. દિવ્યા : " અવની ચાલ જલ્દી નીચે બધાં મિત્રો ક્યારનાં રાહ જોઇને બેઠા છે ".થોડીવાર મથામણ કર્યા છતાં નીશાન પગમાંથી દુર થયું નહીં. બહારથી આવતો અવાજ સંભળીને અવની બહાર આવી.