“આજે જ્યારે આર્યાનાં માતા-પિતા તેની સુરક્ષાને લઈને ચિંતિત હતાં એટલે વિરાટે વિવાહ પ્રસ્તાવ મુક્યો.” શોર્યસિંહની વાત સાંભળીને દુષ્યંત અને આર્યાએ તેમનાં આશીર્વાદ લીધાં. “સુખી રહો.” હવે આગળ : આ તરફ વૈદ્ય પદ્મિનીની સારવાર કરી રહ્યાં હતાં.ત્યાં અર્જુન આવ્યો. “હવે કેમ છે પદ્મિનીને?” “માથાં પર તો બહુ ઉંડો ઘા નથી માટે ચિંતાનો કોઈ વિષય નથી.મને લાગે છે કે પદ્મિની ભયનાં કારણે મૂર્છિત થઈ હશે.આ ઔષધિ તેનાં પેટમાં જશે એટલે તેને સારું થઇ જશે.”વૈદ્યએ કહ્યું અને પદ્મિનનાં ચહેરા પરથી નકાબ હટાવવા ગયાં. “નહીં વૈદ્યજી.પદ્મિની પોતાનાં ચહેરા પરનું નકાબ કોઈની પણ સમક્ષ ઉતારતી નથી.”અર્જુને વિનમ્રતાથી કહ્યું. “ઠીક છે પુત્ર, તો તું જ કોઈક