બાથરૂમમાં લેંઘો પહેરવાનો પ્રયોગ !

(11)
  • 4.7k
  • 1
  • 1.9k

બાથરૂમમાં લેંઘો પહેરવાનો પ્રયોગ ! ઘરમાં એકાદ રૂમ ઓછો હોય તો ચાલે પણ બાથરૂમ તો જોઈએ જ ! બાથરૂમમાં કંઈપણ બાથમાં આવે એમ હોતું નથી.તોય કહેવાનું બાથરૂમ ! સવારે ઘરમાં સભ્યો હોય એ મુજબ બાથરૂમ વ્યસ્ત રહેતું હોય છે.કેટલાક ઘરોમાં એકથી વધુ બાથરૂમ હોવા છતાં ઘરના ગૃહમંત્રીનો કડક આદેશ હોય કે બધા બાથરૂમ બગાડવાના નથી, એકમાં જ વારા ફરતી નાહી લેવાનું ! વળી, બાથરૂમમાં ફુવારે નાહીએ એટલે કચવાટ અને કકળાટ ચાલુ થઈ જાય !'ડોલ ભરીને ટબથી નહાતા હોય તો સરખું નહાવાય ! વળી પાટલા ઉપર બેસીને નહાવું જોઈએ.' મૂળમાં એમ કે ફુવારે નાહીએ એટલે ઉભા ઉભા નહાવાનું થાય. એ દરમિયાન