વિચાર બીજ

(18)
  • 6.2k
  • 2.2k

દક્ષેશ ઇનામદાર ગાંધીનગર... ગુજરાતનું પાટનગર એમાં આવેલી પ્રસિધ્ધ હોટલનાં બેન્કવેટહોલમાં દેવાંશની સફળતા અંગે પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં મલ્ટીનેશનલ પેસ્ટીસાઇડ કંપનીનાં હોદ્દેદારો અને એનાં સ્ટોકીસ્ટ, ડીસ્ટ્રીબ્યુટર્સ, સેલ્સ એક્ઝીક્યુટીવ, સેલ્સમેન અને ખાસ કંપનીનાં માર્કેટીંગ ડીરેક્ટ મી.ઓબેરોય હાજર હતાં. સમગ્ર ગુજરાતમાં એમની પ્રખ્યાત કિટનાશક પ્રોડક્ટનું સૌથી વધુ વેચાણ કરનાર દેવાંશને સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપી બહુમાન કરવા સહુ હાજર હતાં. સમગ્ર પાર્ટીમાં દેવાંશને અભિનંદન આપવા સહુ આતુર હતાં. જોકે એમાં એના