રાકેશ ઠક્કર રાત પડી ચૂકી હતી. હજુ ચાર કલાક જેટલું ડ્રાઇવિંગ કરવાનું હતું. છેલ્લા બે દિવસથી અશોક ટ્રક ચલાવી રહ્યો હતો. તેણે બે રાજ્યમાંથી ટ્રકને પસાર કરી હતી. તે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. દર મહિને આ રીતે સતત ત્રણ રાત ટ્રક ચલાવીને મીઠાની ગુણો ભરેલી ટ્રક શેઠના ગોડાઉન સુધી સહી સલામત પહોંચાડવામાં સફળ થતો હતો. તેને માત્ર રાત્રે જ ડ્રાઇવિંગ કરવાની સુચના અપાઇ હતી. અને રસ્તામાં આવતી દરેક ચેકપોસ્ટ પસાર કર્યા પછી એક મોબાઇલ નંબર પર એની જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. તે શેઠના આદેશનું અક્ષરશ: પાલન કરતો હતો. ઘણા મહિના પછી તેને ખબર પડી હતી કે તેની ટ્રકમાં