બંધ દરવાજા

  • 4.3k
  • 1.4k

સૂરજના રથ પર સવાર થઈને ક્ષિતિજની ગોદમાંથી નીકળતા તડકાના કોમળ સોનેરી કિરણો વિન્ડોગ્લાસને ભેદીને આઈ.સી.યુ.માં બેડ પર સુતેલા પરમજીતના ચહેરા પર પડતાં જ એણે ધીમે રહીને આંખો ખોલી અને બંધ દરવાજા તરફ મોઢું ફેરવી મીટ માંડી કોઈના આવવાની આહટ સાંભળવાની કોશિશ કરવા લાગ્યો. *** *** *** "ગુડ મોર્નિંગ મિ. જીત," રોજ એની સવાર સિસ્ટર ડેઇઝીના ટહુકાથી પડતી. બરાબર આઠ વાગે એટલે આઈ.સી.યુ.ના સ્પેશિયલ રૂમનો બંધ દરવાજો ધીમે રહીને ખુલે, એની સાથે જ તરોતાજા સુગંધનું મોજું પણ અંદર આવે અને પરમજીતના નાકે અથડાય એટલે એ સમજી જાય કે ડેઇઝી આવી ગઈ. એના આવવાની આહટ સાંભળીને જાગતો હોવા છતાં ઊંઘવાનો ડોળ કરતો