નેહડો ( The heart of Gir ) - 39

(32)
  • 4.2k
  • 2
  • 2.5k

ગીરના જંગલમાં જ્યારે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો પકડાય ત્યારે ત્યાં ગેલાને ઓળખ પરેડ માટે જવું પડતું. ગેલાના મનમાં તે રાત્રે છપાઈ ગયેલ પાંચ નરાધમોની છાપ કાયમ માટે તાજી રહી ગઈ હતી. પરંતુ એમાંથી કોઈ તેને અત્યાર સુધીમાં ક્યાંય જોવા મળ્યો ન હતો. આપણી આખી માનવજાત જ એવી છે, તેનો ડોળો બીજાના વિસ્તાર પર કબજો કરવા પર મંડાયેલો હોય છે. એ વાત રજવાડાની હોય, બીજા દેશની હોય, શેઢા પાડોશીની હોય કે પછી પ્રકૃતિની હોય. ભગવાને તો બધા જીવને પૃથ્વી ઉપર એકસરખો અધિકાર આપીને મોકલ્યા છે. પરંતુ હવે આપણે પૃથ્વીને ફક્ત આપણી જ સમજવા લાગ્યા છીએ. આપણી વિસ્તારવાદી મનોવૃત્તિ તેમાં કામ