"કૉલેજ કેમ્પસ"ભાગ-24 પરોઢિયે ચાર વાગ્યે સાન્વીને ડીલીવરી માટે હોસ્પિટલમાં લઈ જવી પડે છે, હોસ્પિટલ લઈ જતાં સુધીમાં સાન્વીની તબિયત વધારે બગડતી જાય છે. આ વાતની જાણ ડૉ.સીમા પંડ્યાને પહેલેથી જ કરી દેવામાં આવે છે જેથી હોસ્પિટલમાં એન્ટર થતાં તરત જ ખૂબજ હોંશિયાર અને કાબેલ ગાયનેકોલોજીસ્ટ ડૉ.સીમા પંડ્યા સાન્વીને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ જાય છે. સાન્વીનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તેની હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે સાન્વી સીરીયસ થઈ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવે છે કે સાન્વીની હાલત ખૂબજ ગંભીર છે અને તેને સિઝરિયન ઑપરેશન