“વૈદેહી અને વેદાંગી નથી?આજે મહેલમાં શાંતિ લાગી રહી છે.” “જ્યેષ્ઠ, શાંતિ કે અશાંતિ ?”વિસ્મયે કહ્યું. “અર્જુન,આ તારી અશાંતિ પાછળનું કારણ પદ્મિનીની ગેરહાજરી તો નથી ને?”યુયુત્સુએ કહ્યું અને હસવાં લાગ્યો. “જ્યેષ્ઠ, તો તો તમારી આ અશાંતિ હમણાં દુર નહીં થાય કારણકે આર્યા અને પદ્મિની આપણી બહેનો સાથે માતાજીનાં મંદિરે ગઇ છે.” “વિસ્મયની વાત સાંભળીને અર્જુન અને દુષ્યંત ચોંકી ગયાં અને પોતાના હથિયાર લઈને ભાગ્યા. “જ્યેષ્ઠ, શું થયું?” “વિસ્મય, થોડાં દિવસ પહેલાં લૂંટારુઓ પણ એ બાજુ દેખાયાં હતાં.”અર્જુને ભાગતાં-ભાગતાં જ કહ્યું. તેની વાત સાંભળીને વિસ્મય અને યુયૂત્સુ પણ ભાગ્યાં. હવે આગળ : “આર્યા, હું ખોટી બળજબરી નથી કરવાં માંગતો.માટે મારી વાત માની