બેલા:એક સુંદર કન્યા..સૂર્યના કેસરી કિરણો ધરા પર પથરાઈ ગયા.જંગલમાં ચારેય તરફ પક્ષીઓનો કિલકિલાટ સંભળાઈ રહ્યો. જંગલી માંસાહારી પ્રાણીઓ પોતાના ખોરાકની શોધમાં નીકળી પડ્યા.અમુક પ્રાણી હજુ આરામ ફરમાવી રહ્યા. સાપ તેમજ બીજા જીવડાં પણ આમતેમ ફરી રહ્યા છે.દરેક જીવને ખોરાકની જરૂર છે.લગભગ,સવાર-સવારમાં જ દરેક જીવ પોતાના ખાવાપીવાની વ્યવસ્થા કરતું હોય છે.બસ એવું જ જંગલમાં ચાલી રહ્યું.છેલ્લા એક વર્ષને છ એક મહિનાથી નેહડા વાસીઓની શાંતિ હણાઈ ગઈ.નેહડા વાસીઓની સંખ્યા લગભગ 350 આસપાસ.તેમાં બાળકો પુરુષ સ્ત્રી બધું જ આવી જાય.છ સાત ઘર નજીક નજીક હોય તો અડધો કિલોમીટર દૂર બીજા 6/7 ઘર. એવી રીતે નેહડાવાસી પોતાના કુટુંબમાં રહે.એક ગોળાકાર સમૂહ.વચ્ચે નેહડા વાસીઓનો સ્વર્ગથી